profile image
by AjayAmbaliya007
on 15/10/19
Hello Arapn Patel sir,
મને આપનો ખાસ પરિચય નથી, પણ એટલી ખબર છે કે ક્લાસ 1 અથવા 2 અધિકારી છો.અને તમે 100% FAITHFULLY લોક કલ્યાણ mate j સિવિલ સર્વિસ જોઈન કરેલ છે..
પણ એક જ વસ્તુ આપ સાથે શેર કરવી છે...

યાદ કરો આપનો ફોટો લિબર્ટી વાળા એ છાપ્યો કે આ સર અમારે ત્યાં આવતા...ત્યારે તમે ભરી ભરીને કૃષભ સર અને અન્ય લિબર્ટીના સર નો વિરોધ કરેલ, કે હું તો ત્યાં ફક્ત ફોર્મ ભરવા જ ગયો હતો..અથવા મોક માટે જ ગયો તો..

ત્યારે આપની બોલવાની હદ થઇ ગઈ કોર્ટ મેટર સુધી વાત આવી ત્યારે કૃષભ સરે 1 ફોટો શેર કર્યો(શોશીયલ મીડિયામાં) કે આ ભાઈ (આપ સર) એ જ અહી આવીને ફોર્મમાં સહી કરેલ છે..જેમાં નીચે સ્પષ્ટ લખેલ છે કે "આપ પાસ થયે આપનો ફોટો અમે લઇ શકીશું..જેમાં તમે સહમત છો." જેમાં તમારી સાઈન પણ હતી.(I hope ke ફોટાની અત્યારે તો જરૂર નથી)(આપને હું જેટલું સન્માન આપું છું એટલું જ લિબર્ટી પરિવાર ને પણ આપું છું)
વાત હવે શરુ થાય છે,
આમ થવાથી આગળ લિબર્ટી વાળને પોતાની ભૂલ સમજાય, અને આજ દિવસ સુધી એ લોકો હવે વ્યક્તિના ફોટામાં MT, CRC, FACULTY, REGULAR STU. જેવા શબ્દો વાપરે છે..With full form on bottom
બહુ સારી વસ્તુ છે..એવું કહી શકાય કે આ લડાઈમાં તમે જીત્યા નથી કે લિબર્ટી વાળા હાર્યા નથી.(As per me)(and vice versa)
ફક્ત ભૂલ સુધરી અને સમાધાન થયું.

આ જ વાત અહી આપના બિન સચિવાલય પરીક્ષા રદ થવા બાબતે લાગુ પડે છે..આપ વારંવાર પેલું કટિંગ કે સરકાર ધારે તે કરી શકે..ભરતી રદ પણ કરી શકે..ઉમેદવારોને સરકારે નહોતું કીધું કે ગાંધીનગર માં 12 પાસ ઉપર ક્લાસ રખાવે..અને 20 - 30 K only coaching fee(not included any accomodation and other) ખર્ચે...હા.આપની વાત સાચી..સહમત..સરકાર કરી શકે..નિયમ છે..કાયદો છે..બધું થઇ શકે..

પરંતુ હવે બધું બાજુએ મૂકી લિબર્ટી વાળાએ કરેલ કામ આપના કિસામાં વિચારો..નિયમ બાજુમાં મુકીને જો તમારો જ છોકરો હોય એન્ડ છોકરાને જ હોંશ હોય કે પાસ થઇને પરિવારની ગરીબી ભંગાવી છે.ત્યારે!??

મારા ઘણા મિત્રો આ લેવનાં હતા..જેમને જે તે સમયે બોર્ડર જોઈન કરી.. (મહેશ ડાભી- હાલ રાજસ્થાન પોસ્ટિંગ કે જેને બોર્ડર જમ્મુ પર પણ ફરજ બજાવેલ છે)કે પરિવાર પાસે રૂપિયા નહોતા.

હવે આ માણસને કાલે એવું કહેવામાં આવે કે તમારી નોકરી સમાપ્ત...કેમકે તમારે ગ્રેજ્યુએશન નથી...(સહી તો તેને પણ કારીતિ પોસ્ટિંગ લેતી વખતે કે આગળ જતા મને છૂટો કરશે તો પણ હું દલીલ નહિ કરું.)(અને આવી સહી મેં અને આપે પણ કદાચ કરી હશે.) હજુ આપ સાચા..માન્યું..

બધું બાજુએ મુકો...રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો (ભાગ-4)અથવા ઉપરના જેવા અસંખ્ય ઉદાહરણો જોયા પછી પણ BY HEART આપ એમજ કહેશો કે જે કર્યું તે બરોબર છે??.(હૃદય પર હાથ રાખી તમારો જવાબ)આપ સાચજ છો..અને રહેશો..

પણ શું કોઈ વચ્ચેનો માર્ગ કે 5 વર્ષમાં 12 પાસ વાળા કોઈને જોબ મળે તો ગ્રેજ્યુએશન પૂરું કરવાનું.અથવા1 વર્ષ ફરજિયાત ટ્રેનિગ કે જેનો હલ્ફ સેલરી મળે...અને આના સિવાય પણ ઘણું બધું કે જે તમારું મેજિકલ લોકકલ્યાણ માં કામ કરતુ મગજ વિચારી શકે...તે બધું જ..

થોડી અન્ય વાત..:- આસામમાં એન.આર.સી.નો મુદ્દો છે..તો જે વ્યક્તિ ખરેખર આસામી છે..તેને તમારું નામ NRC યાદીમાં નથી તેથી તમે અમારા નાગરિક નથી.તેટલું બોલી સોરી બકી(હવે થોડી તેજ ભાષા વાપરું છું) નાખવાથી તે વ્યક્તિ આસમી મટી જવાનો??? તે વ્યક્તિ પર શું વિતતિ હશે??
વધુમાં છેલ્લે જે લોકો ગ્રેજ્યુએટ ઈવન માસ્ટર્સ છે એ પણ કહે છે કે સરકારે આ પોતાના પાવરનો ખરાબ ઉપયોગ કર્યો...જે જ ભારતીય હોવાની ભાવના દર્શાવે છે..

વધુમાં હું પણ એક સરકારી કારકુન જ છું...પણ બિન સચિવલય કરતા થોડો સારો...અને એન્જિનિયર..

મારી વાત સાચી લાગે તો થોડું મનથી વિચારજો....બાકી સાચા તો આપ જ છો..હતા અને રહેશો..

વધુમાં એક સરકારી કર્મચારી(આપ માટે આધિકારી) તરીકે ની એક ફરજ એ પણ છે કે સાચાને સાચું અને ખોટનો ખોટું કહે...અને etleest આ વાત સરકાર સુધી પહોંચાડવમાં મદદ કરે.

સરકાર/નોકરી/પકક્ષ/વ્યક્તિગત હોદ્દો/સમાજ આ બધું જ બાજુ પર રાખી બસ પોતાના મનનું વિચારો ..જવાબ જાતે જ મળી જશે..

જય હિન્દ.